મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો મંગળવારે સર્વકાલીન ઊંચાઈથી પીછેહઠ કરી હતી. સેન્સેક્સ દિવસના સર્વોચ્ચ 79,855થી 600 પોઈન્ટ ઘટીને 79,236 પર, જ્યારે નિફ્ટી 50 શરૂઆતના સત્રમાં 24,200ને સ્પર્શ્યા બાદ ઘટીને 24,100 પર આવી ગયો હતો.
સેન્સેક્સ પેકમાંથી,, ઇન્ફોસિસ,,, એચસીએલ ટેક,,, ટીસીએસ અને ભારતી એરટેલ ઉછાળા સાથે ખુલ્યા હતા,, જ્યારે ટાટા મોટર્સ,, કોટક મહિન્દ્રા બેંક,, બજાજ ફાઇનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેંક લાલ નિશાનમાં ખુલ્યા હતા.
આઇટી શેરો, જે અગાઉના સત્રમાં 2% વધ્યા હતા, સપ્ટેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કાપની નવી આશા પર 0.7% વધ્યા હતા. એમફેસિસ, વિપ્રો અને ઈન્ફોસિસ આ ગ્રુપમાં ટોચ પર છે.

