24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

પહેલા પાણી માંગ્યું, પછી અંધાધૂંધ ગોળીબાર… આતંકવાદીઓની આ કરતૂત સંભાળી રૂવાડા ઉભા થઈ જશે


જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. સુરક્ષા દળો આ આતંકીઓ વિરુદ્ધ ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ ચલાવી રહ્યા છે. આ હુમલાઓમાં આતંકવાદીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. હિરાનગર સેક્ટરમાં કુટા મોડ પાસે સૈદા સુખલ ગામમાં મંગળવારે સાંજે આતંકીઓએ આવો જ હુમલો કર્યો હતો. અહીં બે સશસ્ત્ર આતંકવાદીઓ સૈદા સુખલ ગામમાં પહોંચ્યા. અહીં આતંકીઓએ એક મહિલા પાસે પાણી માંગ્યું, મહિલાને આતંકીઓ પર શંકા ગઈ અને તેણે પાણી આપવાની ના પાડી.

આ પછી આતંકીઓ ઓમકાર નામના વ્યક્તિના ઘરે પહોંચ્યા અને દરવાજા સુધી પહોંચતા જ ફાયરિંગ કરી દીધું. આ હુમલામાં ઓમકાર ઘાયલ થયો હતો. આ પછી આતંકીઓએ ઘણી જગ્યાએ ગોળીબાર કર્યો. અહીં આતંકવાદીઓએ બાઇક પર જઈ રહેલા કપલ પર પણ ફાયરિંગ કર્યું હતું, પરંતુ તેઓ કોઈ રીતે નાસી છૂટ્યા હતા. આ પછી આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ચાલ્યા ગયા.

આ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ પણ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. હજુ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. આ આતંકવાદીઓની શોધ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક એકે રાઈફલ અને એક બેગ મળી આવી છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદી અને તેના જૂથની ઓળખ કરવામાં આવી રહી છે.

આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો

તાજેતરના સમયમાં જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં, રવિવારે પોની વિસ્તારના તેરાયથ ગામ નજીક શિવ ખોરી મંદિરથી કટરા જઈ રહેલી 53 સીટવાળી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 41 લોકો ઘાયલ થયા છે.

ડોડામાં પણ એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવાર રાતથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું હતું કે જિલ્લાના ચતરગાલા વિસ્તારમાં આતંકવાદીઓએ 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર ગોળીબાર કર્યો હતો. તેણે કહ્યું કે સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. અત્યાર સુધીમાં 6 સુરક્ષા દળો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -