32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બે દાયકા પછી આવશે ઓટો કંપનીનો આ IPO, લોકો થઈ જશે માલામાલ !


દક્ષિણ કોરિયાની ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટરના ભારતીય યુનિટ હ્યુન્ડાઈ ઈન્ડિયાના આઈપીઓ અંગે ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે અને હવે તેની સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે. ઓટોમોબાઈલ કંપનીનો આટલો મોટો આઈપીઓ ભારતીય ઈક્વિટી માર્કેટમાં બે દાયકાથી વધુ સમય પછી આવશે કારણ કે ઓટોમેકર મારુતિ સુઝુકીનો અગાઉનો આઈપીઓ વર્ષ 2003માં આવ્યો હતો. આ રીતે 21 વર્ષ પહેલા મારુતિના આઈપીઓ બાદ દેશમાં ઓટોમેકર કંપનીના આઈપીઓને લઈને ચકચાર મચી ગઈ છે.

IPO વિશે સમાચાર

ખબર

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, હ્યુન્ડાઈ ઈન્ડિયા આગામી બે સપ્તાહમાં સેબીમાં રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસનો ડ્રાફ્ટ ફાઇલ કરી શકે છે. આ IPO સંબંધિત માહિતી ધરાવતા બે લોકોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક પબ્લિક ઑફર (IPO) માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હ્યુન્ડાઈ ઈન્ડિયાનો પ્રસ્તાવિત આઈપીઓ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો આઈપીઓ બની શકે છે

કંપનીની યોજના શું છે?

રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા પછી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ભારત અને વિદેશમાં રોકાણકારોના રોડ શો શરૂ કરવાની યોજના ધરાવે છે જે આગામી મહિનાથી હાથ ધરવામાં આવશે. એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે.

Hyundai નો IPO ક્યારે આવી શકે?

DRHP દાખલ થયાના 60-90 દિવસમાં સેબી તેની મંજૂરી આપી શકે છે. તેથી અંદાજ લગાવી શકાય છે કે હ્યુન્ડાઈનો આઈપીઓ આ વર્ષના સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં ભારતીય શેરબજારમાં આવી શકે છે.

હ્યુન્ડાઈ ઈન્ડિયાના આઈપીઓનું મૂલ્યાંકન કેટલું હોઈ શકે?

હ્યુન્ડાઈ ઈન્ડિયાના આઈપીઓનું મૂલ્યાંકન $22-28 બિલિયન હોઈ શકે છે. Hyundai IPOમાં તેનો 15 થી 20 ટકા હિસ્સો વેચવા માંગે છે. 15 ટકા હિસ્સો વેચ્યા પછી પણ IPOનું કદ 27 હજાર કરોડ રૂપિયાને પાર થવા જઈ રહ્યું છે, જેના આધારે તે ભારતનો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. અત્યાર સુધી, સરકારી વીમા કંપની LICનો IPO દેશની સૌથી વધુ મૂલ્યવાન જાહેર ઓફર છે, જેનું કદ આશરે રૂ. 21 હજાર કરોડ હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -