31.6 C
Ahmedabad
Thursday, March 5, 2026

અદાણી ગ્રૂપ પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પીએમ મોદી અને રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ


અદાણી ગ્રૂપ પર અપમાનજનક ટિપ્પણીને કારણે પીએમ મોદી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. પીએમ મોદી અને રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પીટીશનમાં માંગણી કરવામાં આવી છે કે વડાપ્રધાન અને કોંગ્રેસના નેતાને ખોટા, બનાવટી અને ભ્રામક ભાષણો કરવાથી અને અદાણી ગ્રુપ પર આક્ષેપો કરતા રોકવામાં આવે.

અરજદારે ચૂંટણી રેલીઓમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીના ભાષણોને ટાંક્યા હતા અને કોર્ટને અદાણી જૂથ વિરુદ્ધ કોઈપણ અપમાનજનક ટિપ્પણી કરવાથી રોકવાની માંગ કરી હતી. તેમણે ટાંક્યું કે આવા ભાષણો અદાણી જૂથના બજાર મૂલ્ય અને રોકાણકારોના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. અરજી દાખલ કરનાર વ્યક્તિએ પોતાને સામાજિક કાર્યકર, ખેડૂત અને શેરબજારમાં રોકાણકાર ગણાવ્યો છે.

પીએમ મોદીના નિવેદનને ટાંકવામાં આવ્યું છે

અરજીકર્તાએ તેલંગાણાના કરીમનગરમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીના નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો. આ રેલીમાં પીએમ મોદીએ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસીઓએ અંબાણી-અદાણીનું નામ લેવાનું બંધ કરી દીધું છે કારણ કે તેમને અંબાણી-અદાણીએ લાંચ આપી હશે.

અરજી શું છે

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પ્રતિવાદી નંબર 2 (પીએમ મોદી) દ્વારા ઉદ્યોગપતિઓ સામે કરાયેલા આક્ષેપોને પ્રતિવાદી નંબર 1 (રાહુલ ગાંધી) દ્વારા વિકૃત કરવામાં આવ્યા છે. આવા ખોટા, બનાવટી અને ભ્રામક નિવેદનો ભારતીય શેરબજારમાં રોકાણ કરતા સામાન્ય રોકાણકારોમાં મૂંઝવણ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે ઉદ્યોગપતિઓની કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના કારણે રોકાણકારો અને વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.

આ આરોપ રાહુલ ગાંધી પર લગાવવામાં આવ્યો હતો

અરજદારે રાહુલ ગાંધી પર કેન્દ્ર સરકાર દ્વારા ગૌતમ અદાણી સહિત કેટલાક ઉદ્યોગપતિઓની રૂ. 15 અથવા 16 લાખ કરોડની કથિત લોન માફી અંગે ગેરમાર્ગે દોરનારી અને ખોટા નિવેદનો કરવાનો પણ આરોપ લગાવ્યો છે. અરજદારનું કહેવું છે કે તેમનું ભાષણ સંપૂર્ણપણે ભ્રામક છે. જેના કારણે સામાન્ય જનતા અને રોકાણકારોની નજરમાં અદાણી ગ્રૂપની કંપનીઓની છબી કલંકિત થઈ શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -