32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મેહસાણા : ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પરીવાર સાથે મહેસાણાના સતલાસણાના સુદાસણા ખાતે મતદાન કર્યું


ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પરીવાર સાથે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા( ખીલોડ બુથ ) ખાતે મતદાન કર્યું હતું.જયરાજસિંહ પરમારે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

લોકસભા ચૂંટણી 2024 મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર હરીભાઇ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર સહિત કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય હરીભાઇ પટેલ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જયારે કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે પણ પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ઝાપલાવ્યું છે.

લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી માટે ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, અમદાવાદ વેસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન થયું હતું.

આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -