24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનું હવે શું થશે..? સલમાન ખાન ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ આ મોટું પગલું ભરી શકે છે


બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોની માહિતી માનવીએ તો.. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ લોરેન્સ વિશ્નોઈ પર MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) લગાવી શકે છે. ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન લોરેન્સ વિશ્નોઈ વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા છે. એવું બહાર આવ્યું છે કે અનમોલ વિશ્નોઈએ તેના ભાઈ અને ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈના કહેવા પર સમગ્ર કાવતરું ઘડ્યું હતું.

લોરેન્સ વિશ્નોઈ આ પહેલા પણ ઘણી વખત સલમાન ખાનને ધમકી આપી ચૂક્યા છે. તાજેતરમાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે લોરેન્સે સલમાન ખાનને ધમકી આપી હતી. ખરેખર, અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટ દ્વારા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી.

વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ

14 એપ્રિલે બંનેએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 58 વર્ષીય સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો અને પછી મોટરસાઈકલ પર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બંનેને 16 એપ્રિલના રોજ મુંબઈ અને કચ્છ પોલીસની સંયુક્ત ટીમે ગુજરાતના ભુજ શહેર નજીક આવેલા મંદિર સંકુલમાંથી પકડ્યા હતા.

યોજના કેવી રીતે બનાવવામાં આવી?

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં જોઈન્ટ કમિશનર લક્ષમી ગૌતમે તાજેતરમાં કહ્યું હતું કે તેમના ઘરની એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વખત રેકી કરવામાં આવી હતી, જેના આધારે અભિનેતાના ઘરની બહાર ફાયરિંગ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -