ગાંધીનગરના માણસા તાલુકાના સમૌ ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી છબીલા હનુમાનજીના મંદિરમાં આ વખતે હનુમાન જયંતીના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. અને હનુમાનજી મંદિર આજુબાજુના વિસ્તારનું આસ્થા નું પ્રતિક ગણાય છે અને આ હનુમાન જન્મોત્સવનું સવિશેષ મહત્વ હોવાથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારતા હોય છે. આ યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે મંદિરના વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓનેઆખરીઓ આપી કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ 23 તારીખે હનુમાન જન્મોત્સવ નિમિત્તે માણસા તાલુકાના સમૌ ગામે શ્રી છબીલા હનુમાનજી દાદાના મંદિરે અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું વિશેષ આયજન કરવામાં આવ્યું છે.અને એ દિવસે સવારથી જ દાદાને અન્નકૂટ ધરાવવામાં આવશે અને વિશેષ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવશે.ત્યારબાદ બ.પોર ૧૨.૩૯ કલાકે દાદાને ૫૬ પ્રકારની અલગ અલગ કેકથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
બપોરે ૧.૩૯ કલાકે એક કદમ આસ્થા કી ઔરના સ્લોગન સાથે ભક્તો દ્વારા સમૂહમાં મંત્રો ઉચ્ચારણ વડે દોરાને ૧૦૮ ગાંઠ વાળવામાં આવશે. એજ દીવસે ગ્રામજનો દ્વારા સમૂહમાં દાદાનાં નવા ગીતની ભવ્ય રીતે રજૂ કરવામાં આવશે. સાથે સાથે રાત્રે સાંસ્કૃતિક કાર્યકર્મ માં ગુજરાતનાં ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર પ્રશાંત બારોટ પણ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર આયોજન શ્રી છબીલા હનુમાન મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યુ છે.

