24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

લખનૌએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, રાહુલનું જોરદાર પ્રદર્શન


લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલે 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. ડી કોકે 43 બોલમાં 54 રન બનાવ્યા હતા. પુરણ 23 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્ટોઇનિસ 8 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન ચેન્નાઈ તરફથી મુસ્તફિઝુર રહેમાન અને પથિરાનાને 1-1 વિકેટ મળી હતી.

ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ 57 રન બનાવ્યા હતા. તેણે 40 બોલમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ધોનીએ 9 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા. રહાણેએ 36 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 30 રન બનાવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -