26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગ કેસમાં નવી કડીઓ મળી !


સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે. નવી મુંબઈમાંથી બે શકમંદોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે હુમલાખોરોએ જે મોટરસાઈકલ પર આ ગુનો કર્યો હતો તેના માલિકની પણ ઓળખ થઈ ગઈ છે. પોલીસને રવિવારે બપોરે બાંદ્રામાં સેન્ટ મેરી ચર્ચ પાસે આ મોટરસાઇકલ ત્યજી દેવાયેલી મળી હતી. બંને શૂટર એક જ બાઇક પર બેસીને આવ્યા હતા અને સવારે 4.55 વાગ્યે 7 સેકન્ડમાં સલમાન ખાનના ઘરે ચાર ગોળીઓ ચલાવીને ભાગી ગયા હતા. પોલીસે રવિવારે બંને શૂટરો દ્વારા ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલ જપ્ત કરી લીધી હતી.

મોટરસાઇકલ રાયગઢ જિલ્લાથી જપ્તઃ- 

કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ જે મોટરસાઇકલનો ઉપયોગ કર્યો હતો તે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાની છે. આ સેકન્ડ હેન્ડ બાઇક છે. પોલીસે મોટરસાઇકલના માલિકની ઓળખ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ, નવી મુંબઈમાંથી અટકાયત કરાયેલા બે શકમંદોની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેએ શૂટરોને મદદ કરી હોવાનું સમજાય છે.

શૂટરનું નામ વિશાલ ઉર્ફે કાલુ છે

રવિવારે બંને શંકાસ્પદ શૂટરોના ચહેરા પણ બહાર આવ્યા હતા. સાંતાક્રુઝમાં ઓટો લેતા બંને સીસીટીવીમાં કેદ થયા હતા. તેમાંથી એકની ઓળખ વિશાલ ઉર્ફે કાલુ તરીકે થઈ છે, જે પહેલાથી જ એક હત્યા કેસમાં ફરાર આરોપી છે. ન્યૂઝ એજન્સી ‘પીટીઆઈ’ને આપેલા નિવેદનમાં, દિલ્હી પોલીસના એક અધિકૃત સ્ત્રોતે ખુલાસો કર્યો છે કે એક શકમંદ, વિશાલ ઉર્ફે કાલુ, ગુરુગ્રામનો એક વોન્ટેડ ગુનેગાર છે.

કાલુ પહેલાથી જ હત્યા કેસમાં ફરાર છે

વિશાલ ઉર્ફે કાલુનું નામ હરિયાણામાં અનેક હત્યાઓ અને લૂંટ સાથે જોડાયેલું છે. આ વર્ષે માર્ચમાં બિઝનેસમેન સચિન મુંજાલની હત્યા કેસમાં પણ તે મુખ્ય શકમંદ છે. વિશાલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના યુએસ સ્થિત ભાઈ અનમોલ અને ગોલ્ડી બ્રાર સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

હુમલાખોરો માત્ર ડરાવવાના ઈરાદે આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને શૂટરોએ ખાસ કરીને કોઈને નિશાન બનાવવાને બદલે હવામાં ગોળીઓ ચલાવી હતી. એવું લાગે છે કે આ ફાયરિંગનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાને બદલે ભયનું વાતાવરણ ઊભું કરવાનો હતો. પોલીસ ફેસબુક પર અનમોલ બિશ્નોઈની કથિત પોસ્ટની પણ તપાસ કરી રહી છે, જેમાં તેણે હુમલાની જવાબદારી લીધી છે અને કહ્યું છે કે આ પહેલી અને છેલ્લી ચેતવણી હતી. આગલી વખતે માત્ર ઘરમાં ગોળીબાર નહીં થાય.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -