મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું હતું. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ તરફથી તોફાની બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ઈશાન કિશને 34 બોલમાં 69 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 38 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 21 રનની અણનમ ઇનિંગ રમી હતી.
આ દરમિયાન RCB તરફથી આકાશ દીપ, વિજય કુમાર વિશાક અને વિલ જેક્સે એક-એક વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 50 રનની ઇનિંગ રમી હતી. દિનેશ કાર્તિકે 23 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે 61 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી.

