35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

BREKING- છત્તીસગઢના દુર્ગમાં બસ ખીણમાં પડતા 12 લોકોના મોત..અનેક લોકો ઘાયલ !


છત્તીસગઢના દુર્ગમાં મંગળવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં કેડિયા ડિસ્ટિલરીના કર્મચારીઓથી ભરેલી બસ ખાણમાં પલટી ગઈ હતી. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા કામદારો ઘાયલ થયા છે.

દુર્ગના કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેડિયા રોડ પર આ અકસ્માત થયો હતો. પોલીસે અકસ્માતના સંદર્ભમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે કર્મચારીઓથી ભરેલી બસ દુર્ગમાં ખાણમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકો ઘાયલ થયા છે. જ્યારે 12ના મોત થયા હતા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઘટના કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તારના કેડિયા રોડ પર બની હતી.

બચાવી લેવામાં આવેલા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જે બસ દુર્ગની કેડિયા ડિસ્ટિલરીના સ્ટાફને લઈને અકસ્માતનો ભોગ બની હતી. જ્યારે બસ ખાપરી કુમ્હારી નજીક પહોંચી ત્યારે તે કાબૂ બહાર ગઈ અને મુરુમ ખાણમાં પડી.

બસમાં કેડિયા સ્ટાફના 40 જેટલા લોકો સવાર હતા જેઓ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કુમ્હારી નજીક બસ કાબૂ બહાર નીકળી ગઈ હતી અને આશરે 20 ફૂટ ખાડામાં પડી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -