32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

‘જ્યાં સુધી કોહલી છે ત્યાં સુધી RCB IPL ટ્રોફી નહીં જીતી શકે’, મેચ હાર્યાં બાદ ચાહકોનો ગુસ્સો 


IPLની છેલ્લી 16 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર ચાહકોનું દિલ જીત્યું છે. હવે 17મી સીઝનમાં, ટીમ ફરી એકવાર દિલ જીતવા ઇરાદો ધરાવે છે. RCB IPL 2024માં અત્યાર સુધીમાં 3 માંથી 2 મેચ હારી ચૂક્યું છે. ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બીજી મેચ હારી ગઈ હતી. હવે આ હાર બાદ નારાજ ફેન્સ વિરાટ કોહલીને ખોટો સાબિત કરી રહ્યા છે.

કોહલીએ ટીમ માટે 59 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 83* રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. જોકે, આ ઈનિંગ બાદ ઘણા લોકોએ કોહલીને તેના સ્ટ્રાઈક રેટ માટે ટ્રોલ કર્યો હતો. કેટલાક ચાહકો તો સોશિયલ મીડિયા પર એમ પણ કહેતા જોવા મળ્યા હતા કે કોહલીના કારણે બેંગલુરુની ટીમ કુલ 200 સુધી પહોંચી શકી નથી. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કહેતો જોવા મળી રહ્યો છે કે જ્યાં સુધી કોહલી ટીમમાં છે ત્યાં સુધી તે ટ્રોફી નહીં જીતી શકે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -