જ્યારથી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે…ત્યારથી વડોદરામાં રોજે રોજ નવા નવા વિવાદો સામે આવી રહ્યા છે.. થોડા સમય પહેલા જ સાવલીના ધારાસભ્યએ રાજીનામું આપવાની વાત કરી હતી.. થોડા સમય પછી પાર્ટીના નેતાઓના ફોન આવ્યા અને જેમાં દૂધમાં સાગર ભળી જાય છે તેમ ફરી ભાજપના રંગે રંગાય ગયા..
વિવાદ કેમ
કહેવાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા રંજન ભટ્ટને સતત ત્રીજી વખત સાંસદ માટે રિપીટ કરવામાં આવતા વિવાદ વકરી રહ્યો છે.. થોડા સમય પહેલા શહેરમાં બેનરો પર સૂત્રો લાગ્યા હતા. જેમ કે, ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ વગેરે જેવાં બેનરો લાગ્યાં હતાં. સાથે જ વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદાસ્પદ બેનર લગાડેલું જોવા મળ્યું હતું, જેમાં રંજનબેન ભટ્ટ નહીં, પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું છે કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી?. પોસ્ટર વોરને કારણે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
રંજન ભટ્ટ નહીં લડે ચૂંટણી
આ બધાં કાર્યક્રમ વચ્ચે રંજન ભટ્ટે અચાનક ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા વડોદરાના રાજકારણમાં ભંકૂપ આવી ગયો છે.. વધુમાં રંજન ભટ્ટે જણાવ્યું કે, હુ વડોદરાના વિકાસ માટે સતત કામ કરતી રહીશ અને પાર્ટી સાથે કામ કરતી રહીશ પણ આ વખતે સાંસદની ચૂંટણી નહીં લડુ તેવી જાહેરાત કરી હતી

