કહેવાય છે કે, રાજકારણ કોઈનું સંગુ નથી હતું.. રાજકારણમાં ગમે ત્યારે કોઈપણ થઈ શકે છે.. આ બધાં વચ્ચે વડોદરા ભાજપમાં મોટો ભડકો થયો છે.. જ્યોતિબેન પંડ્યાના વિરોધના સુર બાદ કેતન ઈનામદારે ધારાસભ્યના પદથી પરથી રાજીનામું આપી દીધું છે.. સૂત્ર થકી માહિતી મળે છે કે, ભાજપનો આંતરિક વિખવાદ હોવાથી આ રાજીનામું આપ્યું છે.. જોકે કેતન ઈનામદારે પોતાના પત્રમાં અંતર આત્માના અવાજને માન આપી રાજીનામું આપ્યું હોવાનું જણાવી રહ્યા છે. કેતન ઈનામદારે પોતાના રાજીનામાનો પત્ર વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપ્યો છે.
કોણ છે કેતન ઈનામદાર ?
કેતન ઈનામદારનો જન્મ 1 ઓગસ્ટ 1987માં થયો
સાવલીથી ભાજપના ધારાસભ્ય છે કેતન ઈનામદાર
2012ની વિધાનસભાની ચૂંટણી અપક્ષ તરીકે ચૂટણી લડ્યા હતા
અને રાજ્યમાં ચૂંટાયેલા એકમાત્ર અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યા હતા

