મહારાષ્ટ્રના પુણેમાં આવેલા મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમમાં ” 14″ સિનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું..
જેમાં હોકી ગુજરાતની ખેલાડી પિનલ બારીયાને વિશેષ દેખાવ બદલ “પ્લેયર ઓફ ઘી મેચ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી..

હોકી ગુજરાત તેલંગાણા સામે 0-12 થી હારી ગયું હતું.. તેમ છતાં મેદાન પરના કેટલાક ખેલાડીઓના પ્રદર્શન ને અવગણી શકાય નહીં..
21 વર્ષીય પિનલ બારીયા અમદાવાદની ગુજરાત કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરે છે. પિનલના પર્ફોર્મન્સથી મિત્રો, કોલેજ સ્ટાફ તેમજ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો..

