35.6 C
Ahmedabad
Friday, March 6, 2026

દેશમાં CAAના વિરોધ વચ્ચે કંગના રનૌતે CAAને સમર્થન કર્યું


નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ને લઈને દેશમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા 11 માર્ચના રોજ તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ વિરોધ અને સમર્થન શરૂ થઈ ગયું છે. પહેલા સાઉથ એક્ટર થલપથી વિજયે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી અને હવે કંગના રનૌતે CAAને લઈને એક પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.

કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર CAA લખ્યું છે અને તેની સાથે દેશના ત્રિરંગા ધ્વજનું ઈમોજી પણ બનાવ્યું છે. આ સાથે તેણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટા પણ શેર કર્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તે CAAનું સમર્થન કરી રહી છે.

બીજી તરફ, દક્ષિણના પ્રખ્યાત અભિનેતા થાલાપતિ વિજયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે તમિલનાડુની ડીએમકે સરકારને રાજ્યમાં CAA લાગુ ન કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આ કાયદો વિભાજનકારી રાજકારણ માટે બનાવવામાં આવ્યો છે, તેથી તેને સ્વીકારવામાં આવશે નહીં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -