39 C
Ahmedabad
Sunday, March 8, 2026

ઉત્તમડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કરતાં પશુપાલકોમાં ભારે નારાજગી


અમદાવાદ જિલ્લા દૂધ સંઘ (ઉત્તમ ડેરી )એ દૂધના ભાવ રૂપિયા 800માંથી 790કરતાં પશુપાલકોને મોટો ફટકો સહન કરવાનો વાળો આવ્યો છે.

(પરિપત્ર 29-2-2024 મુજબ,તારીખ 1-3-2024થી અમલ )

રાજ્યમાં મોટી સંખ્યામાં પશુપાલકો છે. કેટલાક પરિવારો તૉ દૂધની આવકમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ઉત્તમ ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કરતાં પશુપાલકોમાં નિરાશા વ્યાપી છે.ઉત્તમ ડેરીના નિર્ણયથી ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો રોષે ભરાયા હતા.

છેલ્લા 6 માસમાં રાજ્યના ઘણા બધા સંઘોએ કિલો ફેટે રૂપિયા 30થી રૂપિયા 50 નો વધારો કર્યો છે…ત્યારે અમદાવાદ જિલ્લા દૂધ સંઘ (ઉત્તમ ડેરી )સાથે જોડાયેલા પશુપાલકો ભાવ વધારાનો રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે દૂધના ભાવમાં ઘટાડો થતા પશુપાલકોએ આ ભાવ ઘટાડાને ક્રૂર મજાક સમાન ગણાવ્યો છે.

ઉનાળો શરૂ થવાની સાથે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતા દૂધ ઉત્પાદકોને ભાવ વધારાનો જરૂરિયાત હોય છે ત્યારે ભાવ વધારાને બદલે ઘટાડો થતા પશુપાલકો દૂધનો વ્યસાય ત્યજી દે તૉ નવાઈ નહીં..

ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા રખિયાલના ખેડૂત અને પશુપાલક પટેલ જગદીશકુમાર વરુભાઈએ ગાંધીનગર એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું કે હું ત્રણ ભેંસ અને બે ગાયો રાખું છું.સવારથી સાંજ સુધી છાણ, વાસીદું, ઘાસ, ગાય ભેંસોને નિરવાની કામગીરીમાં જ દિવસ પસાર થાય છે.. ગાય ભેંસોના લાલન પાલન કરવાના બદલામાં આખા દિવસની મજૂરી જેટલાં પણ નાણાં મળતા નથી.

માત્ર સવારની અને બપોરની ચા અને ખાવા માટે દૂધ મળી રહે તેટલો જ નફો છે..જગદીશ ભાઈ એ વધુમાં કહ્યું કે સામે ખાણ અને દાણ ખૂબ જ મોંઘા થઈ ગયા છે… દાણ અને મકાઈ ભરડો 50કિલોની રૂપિયા 1,500 આસપાસ થઈ ગયા છે જે આ કારમી મોંઘવારીમાં બિલકુલ પોસાતું નથી..

.ત્યારે રાજ્ય સરકાર મધ્યસ્થિ કરીને ઉત્તમ ડેરીએ કરેલો પત્ર રદ કરાવે તેવી પશુપાલકોએ માંગ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -