લોકસભા ચૂંટણી પહેલા આખરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. શનિવારે બંને પક્ષોએ આ જાહેરાત કરી હતી. આ બંને પાર્ટી દિલ્હી, ગુજરાત, હરિયાણા અને ગોવામાં સાથે મળીને ચૂંટણી લડશે. દિલ્હીમાં, AAP સાતમાંથી ચાર લોકસભા બેઠકો – પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી અને પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડશે.
આ અંગેની જાહેરાત કરતા કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં 24 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની બે લોકસભા બેઠકો ભરૂચ અને ભાવનગર પર ચૂંટણી લડશે. હરિયાણા કુરુક્ષેત્રમાં એક સીટ આમ આદમી પાર્ટીને ગઈ છે. કોંગ્રેસ ચંદીગઢ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમજ કોંગ્રેસ ગોવાની બંને સીટો પર ચૂંટણી લડશે. 2014 અને 2019 માં યોજાયેલી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં, ભાજપે 50 ટકાથી વધુ વોટ શેર સાથે દિલ્હીની તમામ બેઠકો કબજે કરી હતી.
દિલ્હીઃ-
AAP: 4 બેઠકો (પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી, પૂર્વ દિલ્હી)
કોંગ્રેસ: 3 બેઠકો (ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી)
ગુજરાતઃ-
કોંગ્રેસ: 24 બેઠકો
AAP: 2 બેઠકો (ભરૂચ, ભાવનગર)
હરિયાણાઃ-
AAP: 1 સીટ (કુરુક્ષેત્ર)
કોંગ્રેસ: 9 બેઠકો
ગોવાઃ-
કોંગ્રેસ: 2 બેઠકો

