24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

મોદીએ સાંસદોના વિદાય સમય વખતે મનમોહન સિંહના ખૂબ કર્યાં વખાણ


PM નરેન્દ્ર મોદીએ ​​રાજ્યસભામાં દેશના પૂર્વ PM મનમોહન સિંહના વખાણ કર્યા. નોંધનીય છે કે રાજ્યસભાના 56 સભ્યોનો કાર્યકાળ 2 અને 3 એપ્રિલના રોજ પૂરો થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા સંસદનું આ છેલ્લું સત્ર છે, આથી પીએમ મોદીએ ​​તમામ નિવૃત્ત થનારા સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. જોકે, તેમણે પોતાના ભાષણમાં અર્થશાસ્ત્રી મનમોહન સિંહના વખાણ કર્યા હતા.

PM મોદીએ ​​પૂર્વ PM મનમોહન સિંહને તેમના વિદાય ભાષણમાં ખૂબ વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું કે વૈચારિક મતભેદો અલ્પજીવી હોય છે. પરંતુ પૂર્વ પીએમ મનમોહન સિંહે આટલા લાંબા સમય સુધી ગૃહને માર્ગદર્શન આપ્યું છે. દેશને માર્ગદર્શન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ આપણી લોકશાહી પર ચર્ચા થશે ત્યારે તેમાં કેટલાક માનનીય સભ્યોની પણ ચર્ચા થશે. તેમાં મનમોહન સિંહના યોગદાનની ચોક્કસપણે ચર્ચા થશે.

હું તમામ સાંસદોને અપીલ કરું છું કે તેઓ આ ગૃહમાં હોય કે નીચલા ગૃહમાં હોય કે પછી જેઓ ફરીથી ગૃહમાં આવવાના છે. પૂર્વ પીએમ મનમોહને જે રીતે દેશનું જીવન ચલાવ્યું છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન જે પ્રકારની પ્રતિભા દર્શાવી હતી. અમે તેને શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -