33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

મહેસાણાના રામપુરા ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ..એકનું મોત


મહેસાણા શહેરના રામપુરા ચોકડી પાસે હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થતા હાહાકાર મચી ગયો છે. રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા વિક્રમજી ઠાકોર નામના વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ સ્થાનિક લોકો તેમજ રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને થતાં અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા.

ચકચારી ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનો છે કે, રાજ્યમાં દિવસને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જે અંગે સરકારે કડક નિયમ બનાવવાની જરૂર છે. આ બનાવમાં પણ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -