24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: બેન્જામિન નેતન્યાહુ દક્ષિણ આફ્રિકા પર ગુસ્સે થયા !


ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ઇઝરાયેલ વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ દક્ષિણ આફ્રિકાની ટીકા કરી છે. આ સાથે તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું છે કે અમે આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ. નેધરલેન્ડના હેગમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં ઈઝરાયેલ વિરુદ્ધના કેસની સુનાવણી શરૂ થઈ હતી. દરમિયાન નેતન્યાહુએ એક નિવેદનમાં કહ્યું કે આજે ફરી એક ઊંધી દુનિયા જોઈ જેમાં ઈઝરાયેલ રાજ્ય પર નરસંહારનો આરોપ લગાવવામાં આવ્યો છે જ્યારે ઈઝરાયેલ પોતે નરસંહાર સામે લડી રહ્યું છે.

અમે આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ: નેતન્યાહુ

હમાસને લઈને તેમણે વધુમાં કહ્યું કે ઈઝરાયેલ આતંકવાદીઓ સામે લડી રહ્યું છે. પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કરીને માનવતા વિરુદ્ધ ભયંકર અપરાધ કર્યો હતો. ઈઝરાયેલના પીએમએ કહ્યું, ‘7 ઓક્ટોબરે હમાસે મહિલાઓ પર હુમલો કર્યો અને બળાત્કાર કર્યો, તેમને સળગાવી દીધા અને ટુકડા કરી દીધા. તેઓએ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, યુવાનો અને યુવતીઓનાં માથાં કાપી નાખ્યાં.

ઇઝરાયલના પીએમ દક્ષિણ આફ્રિકા પર નારાજ

ICJ મામલાને લઈને દક્ષિણ આફ્રિકાની ટીકા કરતા ઈઝરાયેલના PMએ કહ્યું કે એક આતંકવાદી સંગઠને યહૂદી લોકો વિરુદ્ધ હોલોકોસ્ટ પછીનો સૌથી ખરાબ ગુનો કર્યો અને હવે નરસંહારના નામે કોઈ તેનો બચાવ કરવા આવ્યું છે, આ કેવી બેશરમ મૂર્ખતા છે. ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, નેતન્યાહૂએ પોતાના નિવેદનમાં કહ્યું કે IDF વિશ્વની સૌથી નૈતિક સેના છે, જે બિન-લડાકીઓને નુકસાન ન પહોંચાડવા માટે બધું જ કરે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -