ગાંધીનગરમાં ગુજરાત 2024ના વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના ટોપ લેવલના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું વડા પ્રધાન મોદીએ 20 વર્ષ પહેલા વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી પીએમ મોદીએ નવી આશાનું કિરણ બતાવ્યું હતું તે આજે સાકાર થયું છે..
ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તેલે કહ્યું. અમે સ્ટીલ જ નહીં પુનઃપર્યાપ્ત ઉર્જામાં પણ રોકાણ કરીએ છીએ.. આગામી 20 વર્ષ દેશ માટે ખૂબ મહત્વના હશે.. મુકેશ અંબાણીએ પણ ઉદ્યોગકારોને વાત કરતા કહ્યું. મને ગુજરાતી હોવાનો ગર્વ છે. જ્યારે વિદેશી ન્યુ ઈન્ડિયાની કલ્પના કરે ત્યારે ન્યુ ગુજરાત મોખરે છે.. નરેન્દ્ર મોદી દેશના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. તો આ તરફ ગૌતમ અદાણીએ કહ્યું. વાઈબ્રન્ટ નરેન્દ્ર મોદીની વિકાસની વિશાળ દ્રષ્ટિને આભારી છીએ.. તમારા નેતૃત્વમાં 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થશે.. અદાણી કચ્છના ખાવડામાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થાપશે.. આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે.

