થરાદ-ડીસા હાઈવે પર આવેલા ખોરડાં નજીક ગમખ્વાર અકસ્માત થતાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થતાં હાહાકાર મચી ગયો છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં કારમાં સવાર પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત થયા હતા.
ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ચારે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ એકજ પરિવારના ચાર લોકોના મોત થતાં સમગ્ર ગામ અને મહોલામાં શોકનો માહોલ ફેલાયો છે.

