37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર જિલ્લાના છાલા કેળવણી મંડળ સંચાલિત શેઠ કે.એમ.શાહ સર્વોદય હાઇસ્કૂલ દ્વારા વયનિવૃત્ત કર્મયોગીઓનો સન્માન સમારોહ યોજાયો


ગાંધીનગર જિલ્લાના છાલા કેળવણી મંડળ સંચાલિત શેઠ કે.એમ.શાહ. સર્વોદય હાઈસ્કૂલ ખાતે નિવૃત્ત કર્મયોગી અને ઇન્ચાર્જ આચાર્ય તરીકે ૩૨ વર્ષે સેવા આપનાર શ્રી રમેશભાઇ એસ.ચૌઘરી, શ્રી નરેન્દ્ર પરમાર, શ્રી રણછોડભાઇ દેસાઇ, શ્રી રતિલાલ મહેરીયા તથા નિયુક્ત થયેલા આચાર્ય શ્રી નાથુભાઇ પટેલનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

સમારંભના અઘ્ક્ષય સ્થાનેથી અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણ અને સમાજ ઘડતરનું અતિ મહત્વનું સેવા કાર્ય શિક્ષકો દ્વારા જ થાય છે, ત્યારે નસીબદાર વ્યક્તિઓને જ આ ક્ષેત્રમાં સેવા કરવાનો મોકો મળે છે. શિક્ષક જ માત્ર એક એવો હોદ્દો છે કે જમેને નિવૃત થયા પછી લોકો અને સમાજ સાહેબ કરીને માન અને આદરથી સન્માન આપે છે.

મુખ્ય મહેમાન પદેથી ગાંધીનગર દક્ષિણના ઘારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર અને ગાંધીનગર જિલ્લા શિક્ષણાઘિકારી શ્રી ભગવાનભાઇ પ્રજાપતિએ નિવૃત્ત કર્મયોગીઓનું સન્માન કરી જણાવ્યું હતું કે, ભાવિપેઢીના ઘડતર અને તંદરસ્ત સમાજ માટે શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તેમણે નિવૃત્ત કર્મયોગીઓની વર્ષો સુઘી ગ્રામીણ ક્ષેત્રમાં કરેલી શિક્ષણ સેવા અને યુવાનોના વિકાસમાં નોંઘપાત્ર યોગદાનની પ્રશંસા કરી હતી.

શિક્ષક અને ઇનચાર્જ આચાર્ય તરીકે હાઇસ્કુલમાં ૩૨ વર્ષ સુઘી સેવા આપનાર શ્રી રમેશભાઇ એસ. ચૌઘરીએ સન્માનનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, હાઇસ્કુલના વિકાસમાં અટલ લેબ કેન્દ્ર, ફાયર સેફટી, આર.ઓ.પ્લાન્ટ અને રાજયકક્ષના વિજ્ઞાન મેળામાં શાળાને મળેલ સિદ્ધિઓ તથા ઘોરણ- ૧૦ અને ઘોરણ- ૧૨માં ૯૪ ટકા મેળવેલ સિદ્ધિઓને બિરદાવી હતી.

શાળાના વયનિવૃત્ત ચાર કર્મયોગીઓ દ્વારા છાલા કેળવણી મંડળને રૂપિયા ૮૪ હજારનું દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ ગ્રૃપના શ્રી કનુભાઇ ડી. ચૌઘરી, ગુજરાત બાર કાઉન્સિલર કમિટીના અગ્રણી શ્રી સી.કે.પટેલ, છાલા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચેલાભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

છાલા હાઇસ્કુલના આચાર્ય શ્રી લાલજીભાઇ દેસાઇએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મંડળના મંત્રી શ્રી જશુભાઇ ચૌઘરીએ આભારવિઘી કરી હતી. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -