24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

શું ED કેજરીવાલની આજે કરશે ? કેજરીવાલના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા નથી. આવી સ્થિતિમાં એવી અફવા છે કે કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. આમ આદમી પાર્ટી (AAP)એ પણ કેજરીવાલની ધરપકડનો ભય વ્યક્ત કર્યો છે. આ દરમિયાન દિલ્હી પોલીસે કેજરીવાલના ઘર તરફ જતા બંને રસ્તાઓ બંધ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી આવાસના સ્ટાફને પણ અંદર જતા અટકાવવામાં આવ્યા છે.

AAP નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો ED કેજરીવાલના ઘરે પહોંચશે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. AAPના નેતાઓ પણ પાર્ટી કાર્યાલય પહોંચવા લાગ્યા છે. EDની નોટિસ પર તપાસ એજન્સી સમક્ષ હાજર ન થવા પર ભાજપે સવાલો ઉઠાવ્યા છે. બીજેપીના દિલ્હી યુનિટના ચીફ વીરેન્દ્ર સચદેવા કહે છે કે ED સમક્ષ હાજર ન થઈને કેજરીવાલ બતાવી રહ્યા છે કે તેમને દેશની વહીવટી અને ન્યાયિક વ્યવસ્થામાં કોઈ વિશ્વાસ નથી.

EDએ કેટલી નોટિસ મોકલી ?

વાસ્તવમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને કુલ ત્રણ વખત નોટિસ મોકલી છે. પહેલી નોટિસ 2 નવેમ્બરે મોકલવામાં આવી હતી, ત્યારબાદ બીજી નોટિસ 21 ડિસેમ્બરે આવી હતી. જોકે, કેજરીવાલ બંને વખત ED સમક્ષ હાજર થયા ન હતા. આ પછી, દિલ્હીના સીએમને 3 જાન્યુઆરીએ તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. આ વખતે પણ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસમાં હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

જો કે, કેજરીવાલ બુધવારે (3 જાન્યુઆરી) ED સમક્ષ હાજર ન થયા હોવા છતાં, તેમણે તપાસ એજન્સીને લેખિત જવાબ મોકલ્યો હતો. જેમાં તેણે નોટિસને ગેરકાયદેસર ગણાવી હતી. બીજી તરફ પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવામાં આવી રહી છે જેથી તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવામાં આવે. કેજરીવાલની ધરપકડ કરવાનું ષડયંત્ર પણ ચાલી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -