24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત, સરકાર સામે ઉઠ્યા સવાલ ?


છોટાઉદેપુર જિલ્લામાં છેડતીની ઘટના બનતા સમગ્ર ગુજરાત શર્મસારમાં મૂકાય ગયું છે. કારણ કે એક બાજુ ભાજપ સરકાર સબ સલામતની મોટી-મોટી વાતો કરે છે. અને બીજી બાજુ સ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે છેડતીના બનાવ બને છે ત્યારે સવાલ એ થાય છે કે, ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે.

સંખેડા તાલુકાના કુંડીયા ગામની બાળકીઓ કોસિંદ્ર ગામની શ્રી ટી.વી વિદ્યાલયની બાળકીઓ સ્કૂલ છૂટ્યા બાદ પોતાના ઘરે ખાનગી પિક અપ વાનમાં બેસી પોતાના ઘરે જઈ રહી હતી. ત્યારે વાનમાં બેસેલા લુખ્ખાઓએ બાળકીઓની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. જેથી બાળકીઓ ગભરાઈ ગઈ હતી અને ચાલુ વાહનમાંથી કૂદી પડી હતી. જે બાદ ઘટનાની જાણ થતાં બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે પાપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ એ થાય છે ગુજરાતમાં આવા બનાવ ક્યાં સુધી બનતા રહેશે. રાજ્યની દિકરીઓ ક્યારે સુરક્ષા અનુભવશે. હાલ તો પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી. પરંતુ પોલીસે તંત્રએ પાપીઓ પર એવી એક્શન લેવી જોઈએ કે કોઈ પાપી આ રીતે દિકરીઓની છેડતી કરતા પહેલા હજાર વાર વિચાર કરે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -