32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

આગામી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યકત કરતા શાહ


કોરોના કાળમાં વિશ્વના વિકસિત દેશો જે ન કરી શક્યા તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચપટી વગાડતા કરી બતાવ્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોજ કમાઈને જીવન નિર્વાહ કરતા વર્ગ માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી, તેમને કોઈપણ ગેરંટી વિના લોન મળે તે વ્યવસ્થા કરી હોવાનું જણાવતા શ્રી અમિત

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારજનો સાથેનો સ્નેહ મિલન કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાઈ ગયો હતો.

શ્રી અમિતભાઈ શાહે પીએમ સ્વનિધી યોજનાના લાભાર્થીઓની સાથે સાથે તેમના પરિવારજનોને પણ મળવાનું થયું તે માટે સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોરોનામાં ભારતનું શું થશે તેની સૌ કોઈને ચિંતા હતી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન કરી અને અનેક કાર્યક્રમો દ્વારા સમાજમાં સ્વયં શિસ્તનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું. કોરોના સામે રક્ષણ માટે ન કેવલ રસી બનાવી પરંતુ દેશની વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક પરિસ્થિતિમાં પણ તમામ નાગરિકોને આ રસી અને સાથે તેનું સર્ટિફિકેટ મળી રહે તે સુનિશ્ચિત કર્યું. વિશ્વના વિકસિત દેશો જે ન કરી શક્યા તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચપટી વગાડતા કરી બતાવ્યું. આ ઉપરાંત કોરોના બાદ રોજ કમાતા નાના ધંધાર્થીઓની ચિંતા કરી પ્રત્યેક ગરીબને પાંચ કિલો મફત અનાજ પૂરું પાડ્યું.

      શ્રી શાહે જણાવ્યું હતું કે એક એવો વર્ગ હતો જે રોજ કમાઈને ખાતો હતો તેમના માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી. આદરણીય મોદીજીએ કોઈપણ ગેરંટી વિના નાના ધંધાર્થીઓના લોન મળે તે વ્યવસ્થા કરી દેશના વિકાસમાં સહભાગી બનાવ્યા. તેઓ તેઓએ આ તબક્કે સમગ્ર દેશમાં માત્ર અમદાવાદ શહેરમાં જ દોઢ લાખથી વધુ નાના ધંધાર્થીઓને લોન આપવાના કાર્ય બદલ એએમસીને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે લારીગલાવાળાઓ કે નાના ધંધાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી કેમકે તેમના ગેરંટર શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. આ પીએમ સ્વનિધિ યોજનામાં સૌથી ઓછી એનપીએ હોવાનું જણાવી તેઓએ કહ્યું હતું કે 160 કરોડના ધિરાણમાંથી માત્ર 11 લાખનું ધિરાણ જ એનપીએ થયું છે અને તેમાં પણ ચાર લોકોનું અપમૃત્યુ થયું છે. આજે દેશના પ્રત્યેક ખૂમચા વાળા અને નાના ધંધાર્થીઓને મોદીજીની ગેરંટી થી પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મળે છે અને પૈસા સીધા તેમના ખાતામાં જમા થાય છે. આદરણીય મોદીજીએ આવા નાના ધંધાર્થીઓને પણ દેશના અર્થતંત્રમાં સીધેસીધા જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વનિધિથી સ્વરોજગાર સ્વરોજગારથી સ્વાવલંબન અને સ્વાવલંબન થી સ્વાભિમાનની યાત્રા માટેનું અકલ્પનીય કાર્ય કર્યું

શ્રી શાહે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ હૃદયથી અભિનંદન પાઠવતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં વસ્તીના અનુપાતમાં નાના લારીગલાવાળાઓને લોન આપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. આ યોજનામાં 50,000 સુધીની કાર્યશીલ મૂડી મળે છે, અને આ લોનની નિયમિત ચુકવણી કરવામાં આવે એટલે સાત ટકા વ્યાજમાં સબસીડી અને ઉપરાંત ડિજિટલ લેણદેણ કરવામાં આવે તો વર્ષે રૂપિયા 1200 રૂપિયાનું કેશબેક પણ મળે છે. આ યોજના હેઠળ આવેલી એક કરોડ અરજીઓમાંથી 76 લાખ લોકોને લોન આપવામાં આવી છે. જેમાંથી પિસ્તાલીસ ટકા બહેનોએ આ યોજનાનો લાભ લીધો છે.

શ્રી શાહે ઉમેર્યું હતું કે ગાંધીનગર લોકસભામાં 6 લાખ લોકોને 772 લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે. તેઓએ કહ્યું કે અન્ય રાજ્યોના ઘણા પરિવારો ગુજરાતમાં વસે છે આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વન નેશન વન રાશન સંકલ્પના ને કારણે તેમને અહીં બેઠા બેઠા તેમના ભાગનું 5 કિલો અનાજ મળી રહે છે. તેઓએ કહ્યું હતું કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં બધી જ સરકારી યોજનાઓ 90% થી વધુ સેચ્યુંરેશન પોઇન્ટ પર પહોંચી છે અને તે પૈકી સાત યોજનાઓ તો સત પ્રતિશત સેચ્યુંરેશન સ્તર પર પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત 5,80,000 નાગરિકોને કોઈકને કોઈક સરકારી યોજનાનો લાભ મળ્યો છે.આ માટે શ્રી શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્યની ભાજપ સરકાર તેમજ ગાંધીનગર અને અમદાવાદ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંતરીક્ષ, રક્ષા, હેલ્થ,વ્યાપાર ઉદ્યોગ સહિતના તમામ સેક્ટરોમાં આત્મ નિર્ભર ભારતનું સપનું સાકાર થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે. પરંતુ સૌથી વધુ લાગણી સાથે દેશના 60 કરોડ ગરીબોના જીવન સ્તરને ઉપર લાવવાનું તેમજ તેઓના આત્મ નિર્ભર પર બનાવવાનું સપનું સેવ્યું છે. શ્રી શાહે વિશ્વકર્મા યોજના અંગે ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મૂર્તિકાર, રમકડા બનાવનાર, નાવ બનાવનાર, મોચી તેમજ તમામ હસ્ત કલા કારીગરો માટે આ યોજના હેઠળ ખાસ તાલીમ 15,000 ની ટૂલકીટ અને ₹2,00,000 લોન આપવાનું કામ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.

    અંતમાં શ્રી શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કલ્પના છે કે પ્રત્યેક નાગરિક સન્માન સાથે જીવે, આત્મ નિર્ભર બને, બાળકોને સુશિક્ષિત કરે સાથે સાથે પ્રત્યેક નાગરિકને સરકારની તમામ યોજનાઓનો લાભ મળે. શ્રી શાહે આ તબક્કે પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને સરકારી યોજનાઓ સાથે જોડવા તેમજ આદરણીય મોદીજીના આત્માને પર ભારતના સપનાને સાકાર કરવા સૌને કટિબદ્ધ બનવા આહન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નાનામાં નાના વ્યક્તિઓનું જીવન ધોરણ બહેતર બન્યું છે. દેશના ગરીબો આર્થિક આધાર મળે તેમ જ તેમનું જીવન સ્તર ઉપર આવે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સુશાસનની પરિપાટી સ્થાપિત કરી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક જન કલ્યાણકારી યોજનાઓ બનાવી અને તે લોકો સુધી પહોંચાડી પણ છે. તાજેતરમાં દેશના ત્રણ રાજ્યોમાં ભાજપાને મળેલી પ્રચંડ જીત બતાવે છે કે આજે પ્રત્યેક ગરીબોને અને નાગરિકોને અહેસાસ થઈ રહ્યો છે કે આ સરકાર તેમની પોતાની છે. તેઓએ કહ્યું હતું કે શ્રી અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તરીકે સમગ્ર દેશમાં આ ક્ષેત્રને વિકાસમાં અવ્વલ રાખવા માટે સંકલ્પબદ્ધ છે. શ્રી અમિતભાઈ શાહ જ્યારે પણ સંસદીય ક્ષેત્રમાં આવે છે ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ આપે છે. માત્ર માળખાકીય વિકાસ જ નહીં પણ લાભાર્થીઓને તમામ યોજનાઓનો લાભ મળે તે પણ સુનિશ્ચિત કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કર્ણાવતીના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, એએમસીના ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, શહેર ભાજપના પદાધિકારીઓ, તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -