સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં વધુ એક પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જો કે આ મહિલાનું આપઘાત પાછળનું કારણે તેનો પતિ તેને સમય ન આપતો હોવાનું સામે આવ્યું છે.
પતિ અને પત્નીના નવ મહિના પહેલા ધામધૂમથી લગ્ન થયા હતા. પરંતુ પતિ પત્નીને સમય ન આપતો હોવાથી બંને વચ્ચે અવરનવર ઝઘડાઓ થતાં હતા. તેમજ બંને વચ્ચે સમય ન આપવાને લઈ ઘરકંકાસની ઘટનાઓ વારંવાર બની હતી.
મૃતક યુવતીનો પતિ રિક્ષા ચલાવી પોતાનું જીવન ધોરણ ચલાવતો હતો. પરંતુ પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતાં અંતે યુવતી કંટાળી ગઈ અને મોતને વ્હાલું કરી લીધું. મહત્વનું છે કે,આની પહેલા પણ યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભાગદોડની આ લાઈફમાં પતિ-પત્ની તેમજ પરિવારને પણ સમય આપવો જરૂરી બને છે. જો પરિવાર માટે સમય ન નિકળતો હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના કહી શકાય.

