26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અમદાવાદના સિંધુભવન રોડ પર મોડી રાત્રે મર્સિડીઝ કાર ચાલકે અકસ્માત સર્જયો


અમદાવાદ શહેરમાં વધુ એક ઈસ્કોન બ્રિજ જેવી અકસ્માતની ઘટના સામે આવી છે. પૈસાના નશામાં છાકટાં બનેલા વધુ એક નબીરાએ બેફામ કાર ચલાવી અન્ય કાર ચાલકને લીધો અડફેટે. વાત કંઈક એવી છે કે, અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ મર્સિડીઝ અને ઓડી કાર વચ્ચે રેસ લાગી હતી.જેમાં રોડ પર થર્ડે લેન પર ગાડીને લઈને પસાર થઈ રહેલા પરિવારને અડફેટે લીધો હતો. જે ઘટના બાદ મર્સિડીઝ કારનું ટાયર ફાટી જતાં ચાલક તેમાંથી ઉતરી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસે અકસ્માત સર્જનાર શખ્સ એટલે રિશીત પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ હવે પછી આવી ભૂલ ન થાય તેની ખાતરી આપી હતી. રેસિંગના ચક્કરમાં નબીરાઓ બેફામ બન્યા છે ત્યારે 24 કલાક પેટ્રોલિંગ કરવાના દાવા કરતી અમદાવાદ પોલીસ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -