37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીને આ અભિનેત્રી આપ્યો લગ્નનો પ્રસ્તાવ, કહ્યું- તું તારું અંગ્રેજી સુધાર, હું લગ્ન માટે તૈયાર છું…!


ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023ની ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. શમીના બોલિંગની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. પ્રસંશકો તેના આ પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે. ત્યારે આ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષ તરફથી શમીને લગ્નનો અનોખો પ્રસ્તાવ મળ્યો છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું કે, જો શમી તેનું અંગ્રેજી સુધારે તો તે તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે.

જણાવી દઈએ કે, મોહમ્મદ શમીએ વર્તમાન વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જમણા હાથના ફાસ્ટ બોલરે ચાર મેચમાં 16 વિકેટ લીધી છે. 33 વર્ષીય શમીને ભારતે પ્રારંભિક મેચોમાં અજમાવ્યો ન હતો કારણ કે ટીમને નીચલા ક્રમમાં વધારાના બેટ્સમેનની જરૂર હતી. જો કે, જ્યારથી તે પ્લેઈંગ 11માં આવ્યો છે ત્યારથી ભારતનું બોલિંગ આક્રમણ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે.

પાયલ ઘોષની વાયરલ પોસ્ટ

થોડા દિવસો પહેલા પાયલ ઘોષે તેના એક્સ હેન્ડલ દ્વારા મોહમ્મદ શમીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઘોષે પોસ્ટ કર્યું કે, “શમ્મી, તારું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.” જ્યારે, આ પોસ્ટ 2 નવેમ્બરે કરવામાં આવી હતી, તે તાજેતરમાં વાયરલ થઈ છે. તે જાણીતું છે કે પાયલ ઘોષ વર્ષધારે, પ્રયાણમ, અસરાવેલી, મિસ્ટર રાસ્કલ અને પટેલ કી પંજાબી શાદી સહિત અન્ય ફિલ્મોમાં જોવા મળી છે. 2020માં, તેણીને રામદાસ આઠવલેની રાજકીય પાર્ટી- ધ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાની મહિલા પાંખની ઉપપ્રમુખ બનાવવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -