24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અભિનેત્રી રશ્મિકા મંદાના Deepfake વીડિયો પર ગુસ્સે થયા બિગ બી, કરી કાયદાકીય કાર્યવાહીની માગ!


બોલિવૂડ શહેંશાહ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે. તેઓ તેમના નમ્ર અને શાંત સ્વભાવ માટે જાણીતા છે અને તેઓ ભાગ્યે જ પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે. પરંતુ આ વખતે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે. વાસ્તવમાં, અમિતાભ બચ્ચન રશ્મિકા મંદાના સમર્થનમાં ઊભા થયા છે અને કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે.

રશ્મિકાની સપોર્ટમાં આવ્યા બિગ બી?

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર પુષ્પા ફેમ રશ્મિકા મંદન્નાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક્ટ્રેસ બ્લેક કલરના ટાઈટ જિમ વેર પહેરીને લિફ્ટની અંદર જાય છે. રશ્મિકાના આ વીડિયોને જોઈને એક્ટ્રેસના ફેન્સ ખૂબ નારાજ થઈ ગયા છે. પરંતુ હવે સામે આવ્યું છે કે આ વીડિયો મૉર્ફડ કરવામાં આવ્યો છે અને તે રશ્મિકા મંદાના નહીં પરંતુ, કોઈ અન્ય યુવતીનો છે. અમિતાભ બચ્ચને રશ્મિકાના મૉર્ફડ કરેલા વીડિયો વાયરલ થવા પર નારાજગી વ્યક્ત કરી છે.

બિગ બીની કાનૂની કાર્યવાહીની માગ

આ મૉર્ફડ વીડિયો વાયરલ થયા બાદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. 5 નવેમ્બરે બ્લોગિંગ સાઈટ X (Twitter) પર મોર્ફડ કરેલ વીડિયો શેર કરતી વખતે બિગ બીએ લખ્યું- હા, આ કાયદાકીય રીતે મજબૂત કેસ છે. મૂળ વિડીયો ઝરા પટેલ નામની બ્રિટિશ ભારતીય યુવતીનો છે. જેના ઇન્સ્ટાગ્રામ પર 415હજાર ફોલોઅર્સ છે… આ વિડીયો ઝરા પટેલે તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -