ગુજરાતમાં આજકાલ નકલી લોકોનું વધારે પડતું જ ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા જ એક આખી કચેરી નકલી પકડાઈ હતી ત્યારે હવે સુરતમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાંથી નકલી આઇપીએસ અધિકારી મળી આવ્યો છે. આ નકલી IPS ભાઠેના વિસ્તારમાં જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે ઉભા રહી લોકોના વાહનો ચેક કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
આ નકલી આઈપીએસ ચાર રસ્તા પર લોકોના વાહનો ચેક કરાવાનો ડોળ કરી વાહનચાલકોને મેમો પકડાવતો હતો. ઉધના પોલીસને શંકા જતા પોલીસે ડુપ્લીકેટ IPS અધિકારીને ઝડપીને પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો અને હવે આખા શહેરમાં આ જ વાતની ચર્ચા ચાલી રહી છે.

