24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બીજેપી સાંસદ મેનકા ગાંધીએ કરી અલ્વીશ યાદવની તાત્કાલિક ધરપકડની માગ, કહ્યું- આ ગ્રેડ-1નો ગુનો છે…!


બિગ બોસ OTT 2નો વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. યુપી પોલીસે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર આપવા બદલ એલ્વિશ યાદવ સામે એફઆઈઆર નોંધી છે. ત્યારે હવે આ મામલે બીજેપી સાંસદ અને પીપલ ફોર એનિમલ્સ (PFA)ના સંસ્થાપક મેનકા ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મેનકા ગાંધીએ એલ્વિશ યાદવની ધરપકડની માંગ કરી છે.

મેનકા ગાંધીએ કરી ધરપકડની માગ

મીડિયા અહેવાલ અનુસાર, બીજેપી સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે, “તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આ ગ્રેડ-1નો ગુનો છે-એટલે કે સાત વર્ષની જેલની સજા… PFAએ છટકું ગોઠવીને આ લોકોને પકડ્યા. વીડિયોમાં તેઓ સાપની લુપ્તપ્રાય પ્રજાતિ વિશે વાત કરી રહ્યા છે. બાદમાં અમને ખબર પડી કે તે નોઈડા અને ગુરુગ્રામમાં સાપનું ઝેર વેચે છે.

મેનકા ગાંધીએ કહ્યું, “લગભગ એક અઠવાડિયા પહેલા, મથુરામાં એક રેડ પાડવામાં આવી હતી, જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 8 સાપ મળી આવ્યા હતા. એ લોકોએ ખુલાસો કર્યો હતો કે તેઓ એક ગેંગનો ભાગ હતા જે રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ડ્રગ તરીકે ઉપયોગ કરે છે.” આ ગેંગના સભ્યોએ (એલવીશ યાદવ)ના નામનો ઉલ્લેખ કર્યો હતો. ટીમે સાપનું ઝેર સપ્લાય કરવા માટે ગેંગનો સંપર્ક કર્યો હતો. આ કાર્યવાહીમાં 11 સાપને બચાવી લેવામાં આવ્યા હતા અને સાપનું ઝેર પણ મળી આવ્યું હતું. આ તમામ લોકોને જેલમાં ધકેલી દેવા જોઈએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -