આપ પાર્ટીના કદાવર નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે..
મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ બોલાચાલી કરી હતી. જેને લઈ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં કમલ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

