26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

ગાંધીનગર : રખિયાલ આખું નોરતાની ઉજવણીમાં તરબોળ, રાસ ગરબાની રમઝટ સાથે માની આરાધના


ગાંધીગર જિલ્લામાં નવરાત્રીનો ભક્તિમય ઉમંગ છવાયેલો છે..ત્યારે આઠમા નોરતે રખિયાલગામમાં મોડી રાત સુધી ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં રમઝટ બોલાવતા અનેરા અંદાજમાં કેમરામાં કેદ થયા હતા.

માં અંબાજીના ચાચર ચોકમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે મનમૂકીને ગરબે ગુમ્યા હતા.નવરાત્રીનું એક જ નોરતું બાકી છે ત્યારે ખેલૈયાઓ પણ ગેલમાં આવી ગયા હતા.

યુવક અને યુવતીઓ પરંપરાગત વસ્ત્રોમાં અવનવા કપડાં અને અવનવી સ્ટાઇલ સાથે ગરબાની મોજમાં આવી ગયા હતા.

નવલા નોરતાને લઈ નવા અને જૂના ગરબાના તાલે સૌ કોઈ ગરબે રમ્યા હતા..ટ્રેડિશનલ લૂકે પણ લોકોની આંખો આંજી દીધી હતી…

આઠમા નોરતે અંબાજી મંદિરે માતાજીને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો..જેનો મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીને ધરાવેલા અન્નકૂટના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો..

.માતજીને 56 ભોગ ધરી મો મીઠું કરાવવામાં આવ્યું હતું. આઠમ નિમિત્તે માતાજીની સામુહીક આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..

રખિયાલ ગામનું અંબાજી યુવક મંડળ નવરાત્રી સહીત અલગ અલગ ઉત્સવની પણ ઉજવણી કરે છે.. નવરાત્રીના નવે નવ દિવસ એકદમ પારિવારિક માહોલ ઉભો થાય છે..

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -