38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

સુરત : કોસંબા APMC ચૂંટણીનું પરિણામ જાહેર, કાંગ્રેસ અને અપક્ષના સૂપડા સાફ, ભાજપનો ભવ્ય વિજય


સુરતનાં માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કોસંબા APMCની 10 સીટો પર ગતરોજ યોજાયેલી ચૂંટણીના આજરોજ પરિણામો જાહેર થયા હતા, જેમાં જીતના દાવા કરી રહેલ કોંગ્રેસ અને અપક્ષના સૂપડા સાફ થઈ ગયા હતા અને ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો, જેને લઇને ભાજપના હાજર કાર્યકરો અને હોદેદારોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.

માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કોસંબા APMCની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 15માંથી પાંચ બેઠક બિનહરીફ થઇ હતી અને 10 બેઠક માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેને લઇને છેલ્લા કેટલાક દિવસોથી તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા અને જીતના દાવાઓ કરી રહ્યા હતા. ગતરોજ સવારે 9થી સાંજના 05 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું, જેમાં 394માંથી 382 મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારે આજરોજ આ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, જેમાં કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોના સૂપડા સાફ થઈ ગયા હતા. ભાજપના તમામ 10 ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી. ભાજપના તમામ ઉમેદવારોની જીત થતા APMCના પટાગણમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. હાજર સૌ કાર્યકરો અને સમર્થકોએ વિજેતા ઉમેદવારોને ખંભે બેસાડી વિજય જશ્ન મનાવ્યો હતો.

કોસંબા APMCની આ ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા 20 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. તેમ જ માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિહ આંલોજાએ ભાજપની વિરૂદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, તેઓને પણ હારનો સ્વાદ ચાખવા પડ્યો હતો.

કોને કેટલા મત મળ્યા: 

ખેર સુરેન્દ્રસિંહ ધીરજસિંહ- 304

કઠવાડિયા દીપસિંહ ઇશ્વરસિંહ- 293

ભરથાણિયા સતિષકુમાર ચંદ્રસિંહ- 285

રાણા સંજયસિંહ અજીતસિંહ-282

પટેલ કિરીટભાઈ કલ્યાણભાઈ- 264

પટેલ શાકીર સરદાર- 254

પટેલ પ્રભાતભાઈ ખુશાલભાઈ- 246

પટેલ પ્રતાપભાઈ નરસિંહભાઈ- 238

ચૌધરી ચંપકભાઈ સામાભાઈ- 236

સોલંકી નરેન્દ્રભાઈ ડાહ્યાભાઈ- 210

આલોંજા શૈલેન્દ્રસિંહ જશવંતસિંહ- 131

ખેર બળવંતસિંહ મોહનસિંહ- 87

ચૌહાણ દિનેશસિંહ ઇશ્વરસિંહ- 83

પરમાર પૃથ્વીરાજસિંહ લાલસિંહ- 72

ગોહિલ રાજેશભાઈ પ્રભાતભાઈ- 55

ચૌધરી સામજીભાઈ સોનિયાભાઈ- 41

મલેક શાહબુદ્દિનભાઈ મલેકભાઈ- 29

ચૌધરી અનિલભાઈ સુમનભાઈ- 46

જમાદાર ઈમરાન અબ્દુલખાલિક- 24

મૈસુરિયા સંતોષભાઈ ભીખુભાઈ- 24

પરમાર મહેન્દ્રભાઈ ભાણાભાઈ- 20

વસાવા મનિષભાઈ કરસનભાઈ- 17

મકરાણી ઈરફાન અબ્દુલસમદ- 10


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -