37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દિલ્હી : એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યું- તમે જીત્યા ગોલ્ડ મેડલ


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સ 2023માં શાનદાર કરનાર ખેલાડીઓને મળ્યા હતા. આ દરમિયાન રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યાં હતા. દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંગઝોઉથી પરત ફરેલા તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. ભારતે આ વખતે એશિયન ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ભારતીય ખેલાડીઓએ કુલ 107 મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન મોદી એશિયન ગેમ્સ દરમિયાન ખેલાડીઓને સતત પ્રોત્સાહિત કરી રહ્યા હતા..અને દરેક મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ખેલાડીઓના સ્વાગત સમારોહમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,”તમે ખેલાડીઓને જે સુવિધાઓ આપી હતી..અને જે રીતે તમે તેમને આગળ લઈ ગયા હતા, ખેલાડીઓએ તેને વ્યર્થ જવા દીધો નથી. ખેલાડીઓએ 107 મેડલ આપ્યા છે. હવે પેરિસ ઓલિમ્પિકમાં પણ આપણા ખેલાડીઓ નવો ઈતિહાસ રચશે.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, બધું જ ઘરેથી શરૂ થાય છે અને આ શરૂઆત કરવા બદલ તમામ ખેલાડીઓના માતા-પિતા અભિનંદનને પાત્ર છે. તેમણે વધુમાં કહ્યું કે, એશિયન ગેમ્સમાં અમારું ઐતિહાસિક પ્રદર્શન દર્શાવે છે કે અમે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. ખેલાડીઓના વખાણ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે લોકોએ ગોલ્ડ મેડલ વરસાવ્યો છે. એવું લાગતું હતું કે, અમારી દીકરીઓ ટ્રેક એન્ડ ફિલ્ડમાં મોખરે રહેવાનું નક્કી કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય ખેલાડીઓને વિશ્વમાં શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો અમારો પ્રયાસ છે. તેમને દેશ અને દુનિયામાં દરેક જગ્યાએ રમવાની તક મળવી જોઈએ. અને પસંદગી પ્રક્રિયા ન્યાયી હોવી જોઈએ. ગામડાઓમાં રહેતા ખેલાડીઓને પણ સંપૂર્ણ સુવિધાઓ અને તકો મળવી જોઈએ. પીએમે કહ્યું કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ત્રણ હજારથી પણ વધુ ખેલાડીઓની તાલીમ ચાલી રહી છે. સરકાર આવનારા પાંચ વર્ષમાં ખેલાડીઓ માટે ત્રણ હજાર કરોડ રૂપિયા વધુ ખર્ચ કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઘણા યુવા ખેલાડીઓએ મેડલ ટેલીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ આપણા રમતગમત રાષ્ટ્ર હોવાનો સંકેત છે. તમે લોકો લાંબા સમય સુધી દેશની સેવા કરવાના છો. અભિનંદન!! તમારા બધા માટે પ્રેરણા..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -