સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માટે તગડી રકમ ચૂકવવા આવતી હોવાનો ખુલાસો થયો છે. સુરતની યુવતી સાથે વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી વર્ષ 2018માં સગીર વયની કિશોરીને ભગાડી જઇ લગ્ન કરી દિલ્લી અને પછી યુપી લઇ ગયો હતો. ત્યાર બાદ કિશોરીને બળજબરીપૂર્વક મુસ્લિમ ધર્મ અપનાવામાં મજબૂર કરી હતી અને આ રીતે કરવા પાછળ મોટા રૂપિયા મળતા હોવાનું જણાવ્યું હતું. આ અંગેની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી સુરતથી લવ જેહાદનો મોટો સનસનીખેજ ખુલાસો બહાર પાડ્યો છે.
સુરતના પાંડેસરામાંથી લવ જેહાદનું મોટું પ્રકરણ સામે આવ્યું છે. વર્ષ 2018માં કિશોર વયની હિન્દૂ યુવતીને મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી ભગાવીને લઈ ગયો હતો. વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને પરિચય આપ્યો હતો. રિઝવાન નામના વિધર્મીએ પોતાનું નામ કરણ રાખીને કિશોરી સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યાર બાદ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેણીને ભાગીને લગ્ન કરી દિલ્લી ખાતે લઈ જઈ રહેવા લાગ્યો હતો. કિશોરીએ એક વર્ષ બાદ પુત્રીને જન્મ આપતા વિધર્મી રિઝવાને પોતાનું અસલ ઓળખનું પોત પ્રકાશયું હતું.
આખી ઘટનાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. રિઝવાન ગફાર શાહ નામનો ઇસમ ઓટો રિક્ષામાં સગીરાને લેવા-મુકવા માટે આવતો હતો. દરમિયાન તેણે યુવતીને પોતાનું નામ કરણ હોવાનું જણાવ્યું હતું અને બાદમાં તેની સાથે મિત્રતા કરી હતી અને ત્યાર બાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી તેને દિલ્લી લઇ જઈ ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું. આ સમગ્ર બનાવમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે વિધર્મી આરોપી રિઝવાન ગફાર શાહની અટકાયત કરી છે અને તપાસ શરુ કરી છે.
આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પાંડેસરામાં વર્ષ 2018માં કિશોરીને વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળ માં ફસાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મજબૂર કરી હતી. વિધર્મી યુવક કિશોરી સાથે લગ્ન કરી દિલ્લી લઇ ગયો હતો. ત્યાર બાદ થોડા સમય પછી આરોપીએ યુવતીને પોતાનું અસલી નામ કરણ નહીં પણ રિઝવાન હોવાનું જણાવ્યું હતું. આ સાંભળી યુવતી ચોંકી ઊઠી હતી. પરંતુ તે સમયે યુવતી ગર્ભવતી હોવાથી પોતાના બાળકનું વિચારીને તે ત્યાં ચૂપચાપ રહેતી હતી. બાદમાં યુવકે યુવતીને જબરદસ્તીથી ધર્માંતરણ કરાવીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આરોપી બાદમાં યુવતીને તેના વતન ઉતરપ્રદેશ ખાતે લઇ ગયો હતો. યુવતીએ એક દીકરીને જન્મ આપતા છોકરો જોઈતો હતો તેમ કહી માર મારવામાં આવ્યો હતો. વતનમાં યુવતીને બુરખો પહેરાવીને ઘરની બહાર નીકળવાની બંદી ફરમાવી દેવામાં આવી હતી.
યુપીમાં યુવતીએ બીજા સંતાનને જન્મ આપ્યો હતો. દરમિયાન યુવતીને જાણ થઇ કે, આરોપી અન્ય એક હિંદુ યુવતી સાથે લગ્ન કરનાર છે. ત્યારે યુવતીએ આ અંગે તેને વાત કરી હતી તો આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે, અમારા ધર્મમાં જેટલી પણ હિંદુ છોકરીઓને લાવીશું તેમ મને વધુ પૈસા મળશે મને હાલમાં પૈસાની વધારે જરૂર છે. જેટલી વધુ હિંદુ છોકરીઓ લાવીશું તેટલો અમારા ધર્મનો પ્રચાર વધુ થશે. આ વાત સાંભળી યુવતીને લાગી આવ્યું હતું. યુવતીએ હિન્દુ સંગઠનોને વાત કરીને પાંડેસરા પોલીસ મથકે પહોચી હતી.
આ મામલે યુવતીની ફરિયાદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીની ફરિયાદના આધારે આરોપીની રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, લવ જેહાદની આ ઘટનામાં કોણ-કોણ સંકળાયેલું છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી અન્ય પણ એક હિંદુ યુવતીના સંર્પકમાં હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે રિઝવાને કેટલી યુવતીઓને ફસાવી છે તે અંગે પોલીસ તપાસ બાદ માલૂમ પડશે. પરંતુ, હાલ આ યુવતી અને અન્ય એક યુવતી સાથે સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. હવે પોલીસ આરોપીના રિમાન્ડ લીધા બાદ કેટલી માહિતી બહાર લાવી શકે છે તે જોવું રહ્યું.

