અરવલ્લી જિલ્લાનાં આંબલીયારા પો.સ્ટે વિસ્તારના ચાંદરેજ ગામમાં ઘરમાં બનાવેલા ગુપ્ત ખાનામાં રાખેલ ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂ તથા બીયરની બોટલ નંગઃ ૩૫૬ કુલ ૩૯,૪૦૦ નો મુદ્દામાલ પોલીસે આરોપી સાથે પકડી પાડયો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલ તથા નાયબ પોલીસ અધિક્ષક કે. આર ચૌધરી મોડાસા, વિભાગ મોડાસાનાં ઓની સૂચના અનુસાર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.માલીવાડનાઓને અરવલ્લી જિલ્લામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ સંપૂર્ણપણે નાબૂદ કરવા સૂચના આપી હતી..જે અન્વયે બાતમી આધારે ચાંદરેજ ગામના ચેતનસિંહ શિવસિંહનાં ઘરે તપાસ કરવામાં આવી હતી.. જ્યાં નવા મકાનમાંથી ખાડો ખોડીને ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનાં ઈંગ્લીસ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.આંબલીયારા પોલીસે આરોપીને મુદ્દા માલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આં કામગિરીમાં જે.કે.જેતાવત પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અ.હે.કો ઇશ્વરસિંહ દોલતસિંહ,,અ.હે.કો મીહીર કુમાર રવીન્દ્રભાઇ,, આ.હે.કો દિલીપકુમાર બકાભાઇ,,અ.પો.કો સુમનભાઇ ભગુભાઈ ,અ.પો.કો ભાવેશકુમાર મફતલાલ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

