વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન ને પગલે આજે 1લી ઓકટોબરે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ‘એક તારીખ, એક કલાક, એક સાથ’ મહાશ્રમદાનના સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા સમગ્ર ગુજરાતમાં પણ આજે વિવિધ જાહેર સ્થળોએ સફાઈ અભિયાન યોજાયું હતું. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પોતાના મતવિસ્તારમાં શ્રમદાન કર્યું હતું.
સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, કોર્પોરેશનના અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

