રવિવારે તુર્કીની રાજધાની અંકારામાં સંસદની નજીક એક જોરદાર ધડાકો અને અનેક રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાયો હતો.આ ઘટનામાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ હુમલાખોરો સવારે લગભગ 9.30 વાગ્યે એક વાહનમાં આવ્યા હતા. આ હુમલાખોરોએ ગૃહ મંત્રાલયના મહાનિર્દેશાલયના આગળના દરવાજા પર બોમ્બ વડે હુમલો કર્યો હતો. એક આતંકવાદીએ પોતાની જાતને ઉડાવી દીધી હતી જ્યારે બીજાને પોલીસે માર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.
એવું કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો દ્વારા જે જગ્યાએ નિશાન બનાવવામાં આવ્યું છે ત્યાં ઘણા મંત્રાલયો છે.અને સંસદ પણ નજીકમાં છે. આજે જ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆન પોતાના સંબોધન સાથે સંસદ સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, ફાયરિંગનો અવાજ સંભળાયા બાદ જિલ્લામાં ઘેરાબંધી શરૂ કરી દીધી હતી.અને ઈમરજન્સી સેવાઓ સ્થળ પર હાજર રાખવામાં આવી હતી.

