33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

ગાંધીનગર : દહેગામનાં રખિયાલ ગામમાં અંબાજી યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન


ગાંધીનગર જિલ્લાનાં રખિયાલ ગામમાંથી દૂંદાળા દેવને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી… અંબાજી મંદિરેથી ભગવાન ગણેશજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.. ત્યારે સમગ્ર ગામમાં અબીલ ગુલાલની છોળો ઉડી હતી.. સૌ કોઈ ડીજેનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા…રખિયાલનાં અંબાજી મંદિરથી ગામમાં આવેલા રણછોડ રાય મંદિર સુધી દૂંદાળા દેવની શોભાયાત્રા નીકળી હતી..જેમાં ગામની મહિલાઓ, ભાઈઓ સહીત બાળકો પણ જોડાયા હતા..આ અગાઉ શ્રીજીનાં મૂર્તિ દાતા ભાવિક કુમાર મણિભાઈ ચૌધરી (Airforce)નાં ઘરેથી શ્રીજીની મૂર્તિનું ઉમરકાભેર અંબાજી મંદિરનાં પટાંગણમાં સ્થાપન કરવામાં આવ્યું હતું..જ્યારે શ્રીજીની વિદાય વેળાએ રાહુલકુમાર બાબુભાઇ ચૌધરી દ્વારા આવેલા ભક્તો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી..

વિસર્જન માટે આવતાં ભક્તોની આંખોમાં બાપા પ્રત્યેની પ્રેમમય ભક્તિ દેખાઇ હતી. શક્તિ એવી ભક્તિનો ભાવ ભક્તોમાં જોવા મળ્યો હતો.. રખિયાલ નજીક આવેલા મેશ્વો નદીમાં અગલે બરસ તુમ જલ્દી આના નાં કોલ સાથે ભક્તોએ શ્રીજીને વિદાય આપી હતી..

વિસર્જન શબ્દનો અર્થ

વિસર્જન શબ્દ સંસ્કૃતના શબ્દ સાથે મળીને બન્યો છે. જેનો અર્થ થાય છે ‘પાણીમાં વિલીન થવું’.આ સન્માન સૂચક પ્રક્રિયા છે. જેનો ઉદ્દેશ્ય માત્ર એ જણાવવા માટેનો છે કે, માણસ જે પંચતંત્વથી મળીને બન્યો છે. એ એક દિવસ તેમાં જ વિલિન એટલે કે ભળી જશે.

વિસર્જનની પરંપરા

ગણેશજીને મૂર્તિના સ્વરૂપે આવવા માટે ધૂળનો સહારો લેવો પડે છે. ધૂળ કુદરતે આપેલુ દાન છે.. પરંતુ ગણેશજી જ્યારે પાણીમાં વિલીન થાય છે.. તો ધૂળ ફરી કુદરત સાથે જ ભરી જાય છે. એટલે કે જે લીધું છે તે પરત કરવું જ પડશે. ખાલી હાથ આવ્યા હતા.. અને ખાલી હાથ જ જવું પડશે. માટે વિસર્જનની પરંપરા બનાવવામાં આવી છે.

અનંત ચતુર્થીના દિવસે 10 દિવસ સુધી ચાલેલા ગણેશ ઉત્સવનું સમાપન થાય છે. આજના દિવસે લોકો ધૂમધામથી ગણપતિ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરે છે. ગણેશ વિસર્જન પહેલા બાપ્પાની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે.19 સપ્ટેમ્બરથી દેશભરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો.અનંત ચતુર્દશીનો તહેવાર ભાદ્રપદ શુક્લ ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -