32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અરવલ્લી :શામળાજી PSI એસ.કે.દેસાઈને જીલ્લા કલેકટરે “ગુડ સમ રિટન” એવોર્ડથી સન્માનિત કર્યા, અકસ્માતમાં ઇજાગ્રસ્તોની ઝડપી મદદ


ગુજરાત સરકાર દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર અર્થે લોકો પહોંચાડે તે માટે ગુડ સમ રિટન એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. અકસ્માતમાં અનેક લોકો સમયસર મદદ ન મળતા સારવારના અભાવે જીવ ગુમાવી ચુક્યા છે.અરવલ્લી જિલ્લા કલેકટરે તત્કાલીન બાયડ પી.એસ.આઈ એસ.કે.દેસાઈને બાયડ નજીક અકસ્માત થતા ઇજાગ્રસ્તોને તેમની ગાડીમાં સારવાર અર્થે ખસેડતા ગુડ સમ રિટન પ્રશંસા પત્ર આપ્યું હતું.

અરવલ્લી જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક અને જિલ્લા એસ.પી. શૈફાલી બારવાલની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર શામળાજી પી.એસ.આઈ એસ.કે.દેસાઈને ઇજાગ્રસ્તોને ગોલ્ડન અવરમાં પોલીસ જીપ માં સારવાર અર્થ દવાખાને ખસેડતા ગુડ સમ રિટન પ્રશંસા પત્ર આપી સન્માનિત કર્યા હતા શામળાજી પી.એસ.આઈ એસ.કે.દેસાઈ બાયડ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન બાયડ નજીક અકસ્માતની ઘટના બનતા તાબડતોડ સ્થળ પર પહોંચી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તેમની જીપમાં સારવાર અર્થે દવાખાને ખસેડી માનવતા મહેકાવી હતી.

થોડા દિવસ પહેલા બાયડ નજીક અકસ્માતમાં પોલીસ સબ સઈન્સ્પેક્ટરે તાત્કાલિક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે આવી પ્રસંશનિય કામગીરીને લઇને જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માનિ કર્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -