24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર: પોલીસની નેત્રમ ટીમની સરાહનીય કામગીરી, રિક્ષામાં બેઠેલી મહિલા રૂ.2 લાખના દાગીના ભરેલી બેગ ભૂલી, પોલીસે પરત મેળવી


ગાંધીનગર પોલીસની નેત્રમ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી. રિક્ષામાં બે લાખ રુપિયાની માલમત્તા ભરેલી બેગ ભૂલી જનાર મહિલાને ગુમ થયેલો સામાન પરત કરી ટીમે પોતાની ફરજ બજાવી હતી. પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા ભાવનાબેન પટેલ ગતરોજ તેમના ઘરેથી ગાંધીનગર આવવા નિકળ્યા હતા. દરમિયાન ઇન્દિરા બ્રીજથી તેઓ એક રિક્ષામાં બેઠા હતા અને ભાઇજીપુરા ઉતર્યા હતા. ઉતરતી વેડાએ ભાવનાબેન પોતાની બેગ કે જેમાં આશરે રૂ. 2 લાખના દાગીના સહિતની માલમત્તા હતી, તે રિક્ષામાં જ ભૂલી ગયા હતા. ઉપરાંત, તેમનો મોબાઇલ પણ બેગમાં જ રહી ગયો હતો.

રિક્ષાચાલકને શોધી પોલીસ સ્ટેશન બોલાવ્યો

આ મામલે ભાવનાબેને ગાંધીનગર પોલીસની નેત્રમ ટીમનો સંપર્ક કર્યો હતો. પોલીસે મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઇન્દિરાબ્રિજ ખાતે જ્યાંથી મહિલા રિક્ષામાં બેઠા હતા ત્યાં ટીમે તપાસ આદરી હતી અને લગભગ તમામ રિક્ષાચાલકો પાસે તપાસ કરી હતી. દરમિયાન મહિલા દ્વારા વર્ણન કરવામાં આવેલ રિક્ષાને શોધી પોલીસે ડ્રાઇવરનો સંપર્ક કરી મહિલાની બેગ સાથે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. નેત્રમની ટીમ દ્વારા મહિલાને તેનો ગુમ થયેલો સામાન પરત કરવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -