24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

વર્લ્ડ : એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને ભારતની જીત, આઠમી વખત ટાઇટલ જીત્યું.


એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને ભારતે આઠમી વખત ટાઇટલ જીત્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ઈનિંગ્સ 15.2 ઓવરમાં 50 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે છ વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે 6.1 ઓવરમાં એટલે કે માત્ર 37 બોલમાં મેચ જીતી લીધી હતી. શુભમન ગિલ 19 બોલમાં 27 રન અને ઈશાન કિશન 18 બોલમાં 23 રન બનાવીને અણનમ રહ્યા હતા.

ODI ફાઇનલમાં બોલની દ્રષ્ટિએ સૌથી મોટી જીત

ભારતે કોઈપણ ODI ફાઈનલમાં બોલ બાકી હોવાના સંદર્ભમાં સૌથી મોટી જીત હાંસલ કરી છે. એશિયા કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ 263 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. તેણે 2003માં સિડનીમાં ટ્રાઇ સિરીઝની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 226 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -