24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર : દહેગામના રખિયાલ ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, રાત્રીના 12ના ટકોરે નંદ ઘરે આનંદ ભયો


ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.. રાત્રીના 12 વાગ્યે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકિના જય નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

 

શ્રાવણ વદ આઠમ તરીકે ઓળખાતી જન્માષ્ટમી પ્રવનું અનેરું મહત્વ હોવાથી સૌ કોઈ શ્રી કૃષ્ણ ભક્તિ માં તલ્લીન બન્યા હતા..

રખિયાલ ગામના વાવ વાળા અંબાજી મંદિર પરિસર તેમજ રખિયાલ ગામના રણછોડ રાયજીના મંદિરમાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો..

કૃષ્ણ જન્મોત્સવ નિમિતે કૃષ્ણ ભક્તોએ ગુલાલની છોળો વચ્ચે દર્શનનો ગ્રામજનોએ લાભ લીધો હતો..

કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બહેનો દ્વારા ભજનનું પણ આયોજન કર્યુ હતું..જેમાં દરેક લોકો ભક્તિમય બન્યા હતા..

આ ઉપરાંત રૂપિયા 5,100 દાન આપીને બાળ કૃષ્ણ બનેલા “પંથ ” ચૌધરીના પિતા આશિષભાઈ ચૌધરીનું જય અંબે માઈ મંડળna પૂર્વ પ્રમુખ રોહિતભાઈ ચૌધરી દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું… બાલ ગોપાલ બનેલા પંથ ને તેમના ઘરેથી વાજતે ગાજતે કારમાં મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા

બીજી તરફ રણછોડરાયજી મંદિરમાં રખિયાલ ગામના સરપંચ નાથુસિંહ ઝાલાએ ભગવાનને પારણે ઝૂલાવ્યા હતા..

અંબાજી યુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમિતે આવેલા ભક્તો માટે મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -