26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર: કલોલમાં કાકી સાસુના ફ્લેટમાં ભત્રીજા જમાઈએ જુગારનો અડ્ડો જમાવ્યો, LCBએ દરોડો પાડીને 6ને રંગેહાથ ઝડપ્યા, રૂ.1.74 લાખનો મુદ્દામાલ જપ્ત


ગાંધીનગર જિલ્લના કલોલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં શખ્સ બહારથી જુગારીઓને બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડીને જુગાર રમતા 6 ઇસમોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે જુગારની સાહિત્ય, મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂ.1.74 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એલસીબીને બાતમી મળી હતી કે, કલોલ વિસ્તારમાં આવેલા વસુંધરા એપાર્ટમેન્ટમાં ધ્રુમિન ઉર્ફે ભોલો સુરેશભાઈ બારોટ તેના કાકી સાસુના ફ્લેટમાં બહારથી જુગારીઓને બોલાવીને જુગાર ધામ ચલાવી રહ્યો છે. આથી એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતા 6 ઇસમોને રંગહાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય, રોકડ, મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓ ભલામણ કરતા પોલીસે નજર અંદાજ કરી

આરોપીઓની પૂછપરછમાં તેમના નામ ધ્રુમિન ઉર્ફે ભોલો બારોટ, વિજયસિંહ ઝાલા, પ્રકાશ ઉર્ફે લાલો કુંભાર, દિગ્વિજયસિંહ વિહોલ, પૃથ્વી રાજગોર અને રાકેશ સોલંકી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ જુગારીઓએ પહેલા તો ખૂબ જ ભલામણ કરી હતી પરંતુ એલસીબીએ તમામ ભલામણોને નજર અંદાજ કરી કચેરીએ લાવીને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -