26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

બનાસકાંઠા :ભાભર તાલુકાના કુવાળા પગાર કેન્દ્ર શાળાના શિક્ષિકા નીતા પટેલને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત


ભાભર તાલુકા ના કુવાળા પગાર કેન્દ્ર શાળા ના શિક્ષિકા ને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

ભાભર: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષકોની પારિતોષિક માટે પસંદગી કરવામાં આવે છે. આ શિક્ષકોને પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા. જેમા બનાસકાંઠાના ભાભર તાલુકાની કુવાળા પગાર કેન્દ્ર શાળામાં છેલ્લા 16 વર્ષથી ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક નીતાબેન મણીલાલ પટેલની તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાતા ભાભર તાલુકાનું અને કુવાળા પગાર કેન્દ્ર શાળાનું ગૌરવ વધાર્યું છે.

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા ના કુવાળા પગાર કેન્દ્ર શાળા,કુવાળા ખાતે શૈક્ષણિક સદ્ધરતા માટેના સઘન પ્રયાસોથી આજે ધોરણ- 1 થી 5 ના વિદ્યાર્થીઓમાં આત્મબળ, કલ્પના શક્તિ, તર્કશક્તિ, વિચાર શક્તિ, ધીરજ, કુશળતા, ચીવટ જેવા ગુણોનો વિકાસ કરવામાં તેમજ વિદ્યાર્થીઓમા મૂલ્યોનું સિંચન થાય એવા સઘન પ્રયાસો કરી વિદ્યાર્થીઓમાં પ્રિય અને આદર્શ શિક્ષક તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. શાળાકીય પ્રવૃત્તિઓમાં અભ્યાસમાં નવતર પ્રયોગો અને ટેકનોલોજીનો ઉપયોગ હોય વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ હોય, ખેલ-કુદમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ખો-ખો ની ટીમની સફળતા હોય કે વિવિધ સ્તરની શૈક્ષણિક સ્પર્ધાઓ હોય શિક્ષણ સાથે સંકળાયેલી કોઈપણ પ્રવૃત્તિ હોય નીતાબેન હંમેશા અગ્રેસર રહ્યા છે. એ તમામમાં શાળાના બાળકો અવ્વલ રહે એ માટે તેઓ સતત મહેનત કરી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

આ ઉપરાંત નીતાબેન પટેલે કોરોના કાળમાં અનેક બાળકોને શેરી શિક્ષણ,ઓનલાઈન શિક્ષણ ની કામગીરી પણ ખુબ જ અસરકારક રીતે કરેલ છે.તેમને અગાઉ શિક્ષણ વિશ્વ ઓફ ધ વર્લ્ડ એજ્યુકેશન આયોજિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ એવોર્ડ ઓફ સન્માન “ઇનોવેટીવ ટીચર ઓફ ધ યર-૨૦૨૨” અવોર્ડ તેમજ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -