ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે ઉપર યાત્રિકોની બસ ખીણમાં ખાબકતા સાત યાત્રિકોના મોત નિપજ્યા હતા..જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનો ભોગ બનેલા યાત્રિકોમાં ભાવનગરથી ગયેલા યાત્રિકો હોવાની સંભાવના છે. 15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 31 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ભાવનગર વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા આ યાત્રિકોના પરિવારજનો અને ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું હતું કે, પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે..જયારે 28 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસ.ડી.આર.એફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ હતી.ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.મુખ્ય મંત્રી પુષ્કળસિંહ ધામીએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યોં હતો..
1. 20 સપ્ટેમ્બર 1995 ના રોજ ગંગોત્રી હાઈવે પર ડબરાણીમાં થયેલા અકસ્માતમાં 70 લોકોએ જીવ ગુમાવ્યો હતો .
2. 9 જૂન 2003 કો ગંગોત્રી હાઈવે પર નાલૂપાણીમાં કાર હાદસેમાં 4 લોકોનું મોત થયુ હતું
3. 9 જુલાઈ 2006 કો ગંગોત્રી હાઈવે પર નાલૂપાણીમાં બસ હાદસેમાં 22 લોકો મોતને ભેટ્યા હતા
4. 21 જુલાઈ 2008 ગંગોત્રી હાઈવે પર સુખી માં બસ હાદસે માં 14 લોકોની મોત થયું હતું .
5. 10 ડિસેમ્બર 2009 ગંગોત્રી હાઈવે પર નાલુપાનીમાં મેક્સ હાદસેમાં 12 લોકોએ જીવ ખોયો હતો.
6. 9 જૂન 2010 કો ગંગોત્રી હાઈવે પર ગંગનાની માં કાર અકસ્માતમાં પાંચ લોકોનું મોત થયુ હતું
7. 1 ઓગસ્ટ 2010 કો ગંગોત્રી હાઈવે પર ડબરાણી માં ટ્રક હાદસે માં 27 લોકોની મોત થયું હતું .
8. 21 મે 2017 કો ગંગોત્રી હાઈવે પર નાલુપાણીમાં બસ હાદસેમાં 30 લોકો મોતને ભેટ્યા હતા
9. 7 જૂન 2022 યમુનોત્રી હાઇવે ઉપર બસ અકસ્માતમાં 26 લોકોનું મોત થયુ હતું

