ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલા રખિયાલ ખાતે રખિયાલ ગ્રામ પંચાયત અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સયુંકત ઉપક્રમે 74માં વન મહોત્સવ નિમિતે વિવિધ જાતના કુલ 1717 છોડ લાવીને વિતરણ કરવામાં આવ્યું હતું.

..રખિયાલ ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો સહિતના લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

..આ પ્રસંગે ગામના સરપંચ,સદસ્યો, તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કાર્યકરી ચેરમેન મનહરભાઈ પટેલ,આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાંમાં ઉપસ્થિત રહીને વધુ વૃક્ષ વાવવાનું અને તેનું જતન કરવાની નેમ વ્યક્ત કરી હતી..


